ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થતા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને રાજ્યમાં 3થી 4 દિવસ કરફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે વિકેન્ડ કરફ્યુ મુદ્દે જરૂરી નિર્ણય લેવા ટકોર કરી છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કર્યો છે. હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી છે.
ગુજરાત હાઇકોર્ટે કહ્યુ કે, કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વીકએન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી ટકોર કરી છે.
રાજ્યના 4 મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યુ અમલમાં
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો છે. ચાર મહાનગરોમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ હાલ અમલમાં છે.
રાજ્યમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ
રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં 3 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં લોકડાઉન લગાવવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. દેશમાં કોરોનાની બીજી લહેર લોકો માટે વધુ ઘાતક બની રહી છે, ત્યારે સુરતમાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં દર્દીઓને ઓક્સિજન સરળતાથી મળી શકે તે માટે સપ્લાયર્સને 60 ટકા સ્ટોક રિઝર્વ રાખવા તાકીદ કરાઈ છે. આ સિવાય રાજ્યના 8 મહાનગરોમાં 500-500 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે
No comments:
Post a Comment