Pages

Highlight Of Last Week

Search This Website

Tuesday, April 6, 2021

જાણો,નાના બાળકોમાં કોરોના વાયરસનાં નવાં લક્ષણો

 ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટની ગતિએ વધી રહ્યા છે. વૃદ્ધ,યુવાનો સાથે હવે આ વાયરસ બાળકોમાં પણ ફેલાતું જોવા મળી રહ્યું છે. સુરતમાં એક 13 વર્ષના બાળકનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા છે જેમાથી ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે. જો કે, રાજયમાં કોરોના વાયરસની બીજી લહેરમાં બાળકો પણ ચપેટમાં આવતા જોવા મળી રહ્યા છે.

અભ્યાસ કરશે અને યોગ્ય નિર્ણય કરશે.

 Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat

અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસની સ્થિતિ અતિગંભીર જોવા મળી રહી છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને માસ્ક પહેરવા માટેની ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે વૃદ્ધો,યુવાનો બાદ બાળકો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. સુરતમાં એક બાળકનું કોરોના વાયરસના કારણે મોત થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘરના જ સભ્યોની બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. જેથી બાળકોની સાચવણી ખૂબજ જરૂરી છે.

બાળકોમાં કોરોના વાયરસના લક્ષણો

બાળકોમાં કોરોના વાયરસના લક્ષણોની વાત કરીએ તો ખૂબ તાવ આવવો, વોમીટ, ઝાડા થવા, બાળક રડવા લાગે તેમજ નબળાઈ થવી, ઘર પરિવારના સભ્યોમાંથી જ બાળકોમાં કોરોના ફેલાય છે. લોકો બહારથી ઘરમાં આવે ત્યારે બાળકોને ટચ કરે અને તેમની સાથે રહે છે જેથી બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. મોટા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરાવે છે જેથી તેઓ પણ કોરોનાગ્રસ્ત થાય જ છે

.


બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે

નાના બાળકોને સમયાંતરે રસી આપવામાં આવે છે. અલગ અલગ રસીઓ આપવામાં આવી હોવાના કારણે તેઓની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે. જો કે હવે કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં કોરોનાના લક્ષણો જણાય છે અને તેઓ સંક્રમિત થાય છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને હોમ આઇસોલેટ કરવામાં આવે છે અને સારવાર કરતા તેઓ ઝડપથી રિકવર પણ થઈ જાય છે

સુરતમાં કોરોના વાઈરસથી 13 વર્ષના બાળકનું મોત

સુરત: ગુજરાતના ‘ડાયમંડ સિટી’ તરીકે ઓળખાતા સુરત શહેરમાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસના શરૂઆતી દૌરમાં એવું માનવામાં આવતું હતું કે, બાળકોને આ વાઈરસ નુક્સાન નથી પહોંચાડી શકતો, કારણ કે તેમની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોય છે. જો કે કોરોનાનો બીજો સ્ટ્રેઈન હવે બાળકો માટે પણ ઘાતક પુરાવાર થયો છે. જેમાં સુરતમાં એક 13 વર્ષના બાળકે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સુરતમાં કોરોના બેકાબૂ થતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટની તાત્કાલિક કરાઈ બદલી

સુરતમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. જો કે, સુરત સિવિલ હોસ્પિટલમાં જયંતિ રવિએ એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. સુરતની સ્થિતિ જોતા સિવિલનાં સુપ્રિટેન્ડેન્ટની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. ડો.એસ.એમ.પટેલને બદલે હવે ડો.રાગીણી વર્માને સુરત સિવિલનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ગુજરાતમાં વિકેન્ડ કરફ્યુ અને લોકડાઉન અંગે અભ્યાસ બાદ નિર્ણય કરાશે: રુપાણી

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના કરફ્યુ લગાવવાના નિર્ણયને લઇને કહ્યુ કે, ગુજરાતમાં વિકેન્ડ કરફ્યુ અને લોકડાઉન વિશે હાઇકોર્ટના ડિરેક્શનનો સરકાર અભ્યાસ કરશે અને યોગ્ય નિર્ણય કરશે.

No comments:

Post a Comment